Monday, May 19, 2025

મોરબી સીટી વિસ્તારમાંથી બે બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વાહનચોરીની ફરિયાદોનો સિલસિલો ચાલુ રહ્યો છે, ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે બાઈક ચોરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં દરબારગઢ પાસે નાગનાથ શેરીમાં રહેતા ધવલભાઈ જીતેન્દ્રભાઈ સોલંકીનું હિરો મોટરસ લીમીટેડનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે-૦૩-બીએલ-૧૦૩૩ વાળુ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ ગતા તા.૦૪-૦૨-૨૦૨૩ ના રોજ કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે બીજી ફરીયાદ રાજકોટ વેલનાથપરા સામે રેડરોઝ હોટલની પાછળ સાગરપાર્ક સોસાયટી શેરી નં -૦૨ માં રહેતા પ્રીન્સભાઈ જયસુખભાઈ ભટ્ટીનુ હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એચસી-૮૬૪૫ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળું ગત તા.૦૨-૦૯-૨૦૨૨ થી ૦૫-૦૯-૨૦૨૨ ના કોઈ સમય દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બાઈક ચોરી અંગેની ફરીયાદ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર