મોરબી: હથિયાર સાથે ઈન્સ્ટાગ્રામમા ફોટો મુકવો ભારે પડ્યો, બે સામે ગુન્હો નોંધાયો
મોરબી: મોરબીમાં યુવક પાસે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદે તેમજ પોતાના શોખ ખાતર બારબોરના હથીયારથી ફોટો પાડી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો્ તેમજ અન્ય શખ્સે પોતાનું લાયસન્સ વાળુ હથીયાર યુવક પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી છતા તેમને આપ્યું હોવાથી મોરબી એસઓજી પોલીસે બંને યુવાનોને ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં આરોપી મયુરભાઈ બાબુભાઈ ડાંગર (ઉ.વ.૨૫) રહે. રવાપર રોડ દાઉદી પ્લોટ મોરબી વાળાએ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડીપોતાના ઇસ્ટાગ્રામ યુઝર આઇ.ડી.નંબર-mb_dangarએકાઉન્ટમાં ફોટોપોસ્ટ કરી,તેમજ આરોપી રાજેશભાઈ લખુભાઈ ડાંગર (ઉ.વ.૪૬) રહે. રવાપર રોડ કાયાજી પ્લોટ મોરબી વાળાએ પોતાનું લાયસન્સવાળુ હથીયાર આરોપી મયુરભાઈ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી,લાયસન્સ ધારકની શરત ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી મોરબી એસઓજી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૯, ૩૦, મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.