મોરબી-હળવદ રોડ ઉપર આઇશરે હડફેટે લેતા બાઈક સવારનું મોત,એક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી – હળવદ હાઈવે રોડ ઉપર શબરી હોટલ નજીક આઇશરે હડફેટે લેતા બાઈક મોત નિપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ઈજાને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી આઈશર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા મનોજભાઇ દીલીપભાઇ ધાંધરેશા (ઉ.વ.૪૦) એ આરોપી અજાણ્યા આઈશર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૩-૨૦૨૩ રાતના દશેક વાગ્યાના સમયે મોરબી – હળવદ રોડ ઉપર શબરી હોટલ નજીક ફરીયાદીના દિકરા ઉર્વેશભાઈ મનોજભાઈ ધાંધરેશા તથા સાહેદ અજયભાઈ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નં.જી.જે.૩૬ એ.ઈ.૬૧૫૬ વાળુ લઈને જતા હોય ત્યારે અજાણ્યા આઈશર ચાલકે તેનુ આઈશર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલ સાથે એક્સીડન્ટ કરી ફરીયાદીના દિકરા ઉર્વેશના માથાના ભાગે તથા શરીરે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી તથા ફરીયાદીના કાકાના દિકરા અજયને માથામા તથા શરીરે ઇજા પહોંચાડી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી અજાણ્યા આઈશર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા MVA કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.