મોરબી હળવદ રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી: મોરબી હળવદ રોડ ઉપર રામકો વિલેજની સામે રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ગૌતમભાઈ ભગવાનજીભાઈ સધરાકીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૧૨-૨૦૨૨ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યા દરમ્યાન ફરીયાદીના પિતા ભગવાનજીભાઇ ભવાનભાઇ સરધારીયા ઉ.વ.૭૨ વાળા પોતાના હવાલા વાળા મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AE-5878 વાળુ લઈને મહેનદ્રનગરથી ઘૂંટુ જતા હતા તે દરમ્યાન રામકો વિલેઝની સામે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુર ઝડપે અને ગફલત ફરી રીતે હંકારી લાવી ફરીયાદીના મોટરસાયકલને અડફેટે લઇ ફરીયાદીના પિતાને માથા ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.