મોરબી હળવદ રોડ પર કેમીકલ ફેક્ટરીમાં બોલેરોના પાછળના ટાયરમા આવી જતા માસુમ બાળકનું મોત
મોરબી: મોરબી – હળવદ રોડ ઉપર આવેલ સીટી ઈન્ડસ્ટ્રીજ ક્રિડ કેમીકલ કારખાનામાં બોલોરો ગાડીના પાછળના ટાયરમા આવી જતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતાએ આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રહે ક્રિડ કેમીકલ નાગબાઈ માતાજીના મંદિર પાછળ સીટી ઈન્ડસ્ટ્રીજ હળવદ રોડ મોરબી વાળા ભીલુભાઈ ઉર્ફે રાહુલ કમરૂભાઈ બિલવાએ આરોપી બોલેરો ગાડીના રજીસ્ટર નંબર-GJ-13-AW-9842 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૧-૨૦૨૨ ના બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદીનો દિકરો કાર્તીક ભીલુભાઇ કમરૂભાઇ બીલવાલ ઉ.વ. ૧ વર્ષ છ માસ વાળા તેમની રૂમની સામે રમતા હોય તે દરમ્યાન બોલેરો ગાડી રજીસ્ટર નં- GJ-13-AW-9842 વાળા પોતાના હવાલા વાળી ગાડી ગફલત ફારી રીતે રિવર્ષ હંકરી લારી ગાડીના ક્લીનર સાઈડના પાછલના ટાયર ફેરવી દેતા માથા ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના બાળકના પિતાએ આરોપી બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.