મોરબી: હું બેન્ક જાવ છું કહીને યુવાન પરત ન ફરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

મોરબી: નાની વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલની પાસેની ખોડીયાર ડેરી નજીક રહેતા અને ઘરની પાસે જ મામા સિલેક્શન નામે દરજીકામની દુકાન ધરાવતો સુરેશ નંદલાલ ગંગારામ ધામેચા દાતે દરજી (ઉમર 39) મૂળ રહે. બગથળા તાલુકો જીલ્લો મોરબી નામનો યુવાન ગત તા.19 ના બપોરના એકાદ વાગ્યા બાદથી ગુમ થઈ ગયેલો હોય તેની માતા ભારતીબેન નંદલાલ ધામેચા દરજી (55) પોલીસમાં પુત્ર ગુમ થયો હોવાની જાણ કરી હતી. નંદલાલ ગંગારામ ધામેચાનો પુત્ર સુરેશ નંદલાલ ધામેચા દરજી યુવાન તા.19-4 ના રોજ રાબેતા મુજબ ઘરેથી તેની દરજીકામની દુકાને ગયો હતો અને સવારે દુકાને ગયા બાદ પરત ઘરે બેન્કના કાગળો લેવા આવ્યો હતો અને કાગળ લઈને ઘરેથી 11 વાગ્યે બેંકે જાવ છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદમાં તે ગુમ થઈ ગયો હોય ફરિયાદ આધારે ગુમ થયેલા સુરેશ ધીમેચાની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ સુરેશ ધામેચાની એક બેંકમાંથી 14 લાખની લોન પાસ થયેલી હતી અને તે લોન ભરવા માટે તેણે અન્ય ખાનગી બેંકમાંથી રૂપિયા 19 લાખની લોન મૂકી હતી જે પાસ થઈ હતી જેથી આગલી લોન તેને ચૂકવી દીધી હતી અને બાકીના પાંચ લાખનો ચેક આપવા માટે બેંકવાળાઓ તેને ચેક આપવાના હતા દરમિયાનમાં તે બેંકના કાગળ લઈને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.હાલ શા માટે તે ગુમ થયો છે..? અને તે કયાં ગયો છે..? તેનો પતો મેળવવા માટે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img