મોરબી -૨ સર્કિટ હાઉસ સામે રોડ પર એક્ટીવા પાછળ બાઈક અથડાતાં દંપતી ઈજાગ્રસ્ત.
મોરબી-૨ સર્કિટ હાઉસ સામે રોડ પર એક્ટીવા પાછળ બાઈક ભટકાતાં એક્ટીવા પર સવાર દંપતી ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત દંપતિના પુત્ર જયદીપભાઇ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
મોરબી: ગાંધીગ્રામ રાજકોટ શહેરમાં રહેતા જયદીપભાઈ ચંદ્ર કિશોરભાઈ સોલંકીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે મોરબી સર્કિટ હાઉસ સામે રોડ પર ફરીયાદીના માતા પિતા એક્ટીવા નં- GJ-03-HS6750 વાળુ લઈને જતા હોય ત્યારે પાછળથી આરોપી પોતાના હવાલાવાળુ યુનિકોર્ન સીલ્વર કલરનુ મોટર સાયકલ રજી નં- GJ-13P- 0500 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પીતાના એક્ટીવા પાછળ ભટકાતાં ફરીયાદીના પિતા ને માથામાં બંને તરફ બ્રેઇન હેમરેજ જેવી ઈજાઓ પહોંચી હતી તથા માતાને શરીરે મુંઢ ઈજા પહોંચાડી આરોપી સ્થળ પરથી પોતાનુ વાહન લઇ નશી ગયો હોવાનું જયદીપભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.