રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની નિમણુંક
રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની નિમણુંક
મોરબી: સમસ્ત રઘુવંશી સમાજની એકતા અને અખંડીતતા માટે કાર્યરત રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય પ્રમુખ ડો. ધર્મેશભાઈ ઠક્કર, વરિષ્ઠ ઉપપ્રમુખ મહેશભાઈ નગદીયા, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સોનલબેન વસાણી, સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ ભાવીનભાઈ સેજપાલ દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચ- મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ભાવીન ગીરીશભાઈ ઘેલાણીની નિમણુંક કરવામાં આવી છે. તેમની નિમણુંક બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રઘુવંશી સમાજના રાજકીય અસ્તિત્વ માટે મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા વિશાળ રઘુવંશી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં સમગ્ર ગુજરાત માંથી રઘુવંશી અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત દરેક મથકનાં રઘુવંશી અગ્રણીઓએ રઘુવંશી સમાજની એકતાના પ્રતિક પવિત્ર રામધામના પ્રણેતા જીતુભાઈ સોમાણીને સમર્થન આપ્યુ હતુ ત્યારે મોરબી જલારામ સેવા મંડળના અગ્રણી ભાવીનભાઈ ગીરીશભાઈ ઘેલાણીની રઘુવંશી ક્રાંતિમંચ -મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે નિમણુંકને મોરબી, વાંકાનેર તથા ટંકારાના લોહાણા સમાજના અગ્રણીઓએ આવકારી છે તેમજ આગામી સમયમાં લોહાણા સમાજના ઉત્કર્ષ માટે સહીયારા પ્રયત્નો દ્વારા રઘુવંશી ક્રાંતિ મંચના ઉદેશોને સિધ્ધ કરવા મોરબી જીલ્લો કાર્યરત રહેશે તેવી કટીબધ્ધતા દર્શાવી છે.