મોરબીના નજીક આવેલા રવાપર ગામે બોની પાર્ક માં આવેલ એક ફ્લેટમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ હતી આ જુગારની રેડમાં થી પોલીસે ₹ ૧.૭૯૦૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી
જાણવા મળતી વિગતો મુજબ રવાપર નાં બોની પાર્ક માં આવેલ રાજધાની ફલેટ નં 702 માં રહેતા જાગૃતિ બેન અનિલભાઈ બોપલીયા ના ફલેટ માં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ચાર મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ હતી ડીજે માં જુગાર રમતા જાગૃતીબેન અનિલભાઈ બોપલીયા રહે રવાપર રોડ મોરબી હંસાબેન કાળું ભાઇ ગોસ્વામી રહે વાવડી રોડ મોરબી અનિશા કાસમભાઇ સુમરા રહે મકરાણી વાસ મોરબી અને ભારતીબેન હિતેષભાઇ કાસુન્દ્રા રહે રવાપર રોડ લિલાપર રોડ રામકો બંગલો ની પાછળ મોરબી આમ જુગાર રમતી ચારેય મહિલાઓ નેં ઝડપી લઈ ને રોકડ રકમ ₹૧.૭૯૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...