રાજપર રોડ પર મોટા જથ્થામાં દારૂ મંગાવનાર બુટલેગર ઝડપાયો.
આ અંગે મળતી માહિતી મુજબ રાજપર રોડ ઉપર સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા રાજપર રોડ ઉપર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી દરમિયાન ત્યાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો ત્યારે સ્ટેટ વિજિલન્સ દ્વારા ટ્રક ડ્રાઇવર તેમજ એક મજૂરની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી ઉપરાંત પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા મંગાવવામાં આવી હોય અને આ દારૂનો જથ્થો મૂળ રીમ કટા અને હાલ સનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા એ મંગાવી આપ્યું હોય તેવી માહિતી મળી હતી જે આધારે હાલ એલસીબી દ્વારા મોરબીમાં લાખો રૂપિયાની કિંમત નો દારૂ સપ્લાય કરનાર રાવતરામ ચેતનરામ કુકણા તેમજ ગોડાઉનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી આમ કુલ મળીને ચાર આરોપી આ ગુનામાં હતા ત્યારબાદ હાલમાં પોલીસે આરોપી મૂળરાજ સિંહ અજીતસિંહ જાડેજા ને પકડી પાડવામાં આવ્યો છે અને આ આરોપીના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે.