નંદીઘર કે, જેમાં શહેરમાં રખડતા નંદીઓ ની સાર-સંભાળ રાખવામાં આવે છે જેથી જીવરક્ષા તો થાય જ છે સાથે સાથે શહેરમાં ટ્રાફિક જેવી સમસ્યાઓ પણ નિવારી શકાય છે. આ નંદીઘરની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા દાતાશ્રીઓનો સહયોગ મળી રહે છે. નંદીઘરમાં દાન આપનાર સંસ્થાઓ તેમજ દાતાઓનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ નંદીઘરની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યુ હતુ.
દાતાશ્રીઓના આ માનવીય અભિગમ ની સરાહના કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નંદીનું જ સ્વરૂપ બળદ એ ભારતની કૃષિ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પર્યાવરણમાં પણ વન્યસૃષ્ટિ સિવાય નંદી અને ગાય એમ તમામ જીવ સૃષ્ટીનું પણ મહત્વનું યોગદાન છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવા મૂંગા પશુઓની દરકાર રાખવામાં આવે છે જેથી તેમની કામગીરીને પણ બિરદાવી જોઈએ. નગરપાલિકાના આ કાર્યમાં દાતાઓનો સહયોગ પણ ખૂબ મહત્વનો છે માટે દાતાઓને પણ મંત્રીએ ધન્યવાદ આપ્યા હતા.
આ પ્રસંગે મંત્રીના હસ્તે ધક્કાવાળી મેલડી માતાજી મંદીર-મોરબી, બજરંગ ધુન મંડળ-મોરબી, પરમેશ્વર સંતવાણી સેવા મંડળ-મોરબી, ખીજડીયા સત્સંગ મંડળ, શામજીભાઈ રંગપરીયા તેમજ વિનુભાઈ રૂપાલા એમ દાતા સંસ્થાઓ તેમજ દાતાઓનું સન્માન કરાયું હતું.
આ તકે નંદીઘરમાં ચાલતી કામગીરીની રૂપરેખા નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ આપી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, અગ્રણી સર્વે સુરેશભાઈ દેસાઈ, દેવાભાઈ અવાડીયા તેમજ નગરપાલિકાના ચેરમેનો, સદસ્યો, સ્થાનિક અગ્રણીઓ તથા દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...