મોરબી: રણછોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેરિત અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિના મૂલ્યે આ બંને કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન પીપળીયા પાસે આવેલ કે પી ટેક નોન વુવન ફેકટરીમાં કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પને આપણા હિન્દુ ધર્મ મુજબ દીપ પ્રાગટય કરીને ખુલો મૂકવામાં આવ્યો આ દીપ પ્રાગટયમાં સેવાભાવી ડોકટર આ આઠમા કેમ્પના દાતા લા મણિલાલ ભાઈ કાવર સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર લા રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન ભીખાભાઈ લોરિયા અને પ્રાનજીવનભાઈ રંગપડીયા સેક્રેટરી લા કેશુભાઈ ખજાનચી લા ટી સી ફૂલતરિયા તથા લા સભ્યો મહાદેવભાઈ તથા મનુભાઈ જાકાસનીયા અને સેવક ગણ અને દરિદ્રનારાયનોની હાજરી આપી હતી.
આ કેમ્પમાં આંખના ૯૮/- દર્દીઓને તપાસ્યા જેમાંથી ૨૭ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ઓર્થોપેડિકમાં આયુષ હોસ્પિટલના સર્જન ડો સૌરભ પટેલે ૨૭/- દર્દીઓને તપાસ્યા જેમાંથી ચાર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા લા રશ્મિકા બેન રૂપાલા તેમજ લિયો કલબના પ્રેસિડેન્ટ અને તેમની ટીમે કરી સદગુરૂ દેવ રણછોડદાસ બાપુની આરતી કરી તમામ દરિદ્રનારાયણને ભોજન પ્રસાદ લેવડાવી આ સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કરીને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લિયો કલબ ઓફ મોરબી સીટીનો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આ સેવાકીય કેમ્પના દાતા એ ઝોન પોલીફેબ એલ એલ પી ના માલિક લા મણિલાલ જે કાવર તેમના સૂપુત્રો ચેતનભાઈ કાવર અને સંદીપભાઈ કાવર હતા તેવું પ્રેસિડેન્ટ જીજ્ઞેશ ભાઈ કાવરની યાદીમાં જણાવાયું છે.
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમીક શાળામાં ધો-૧ થી ૮ પૈકી ૧ વર્ષનો અભ્યાસ કરેલ હોય, ધોરણ-૧૨ માં વર્ષ ૨૦૨૫ માં ૭૫ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય, હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક ૫ (પાંચ) લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ...
મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સાઈન સિરામિક કારખાનામાં રહેતા જીતેનભાઇ સુરસિહ ડાવર ઉ.વ ૩૦ વાળો કોઇ પણ કારણોસર મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમા પડી ડુબી જતા...
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-૦૨ માં રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૪૪ બોટલ કિં રૂ. ૪૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના લતીપર ગામના...