મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામે ધૂળેટીના પાવન પર્વે એક દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં રંગોરૂપી આશા પ્રગટે અને સમાજમાં તેના માટે ભાવ થાય અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે તે હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ગરીબ પરિવારના આ દિવ્યાંગ વ્યકિતને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશલ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. ટી સી ફૂલતરિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઇ ચીખલીયા તેમજ ગ્રામજનોની હાજરીમાં સાયકલ અર્પણ કરવામાં આવી હતી અને આમ ધૂળેટી પર્વની ઉજવણી દિવ્યાંગ ભાઈને સાયકલ આપી સાર્થક કરવામાં આવી.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...