Monday, May 25, 2026

લુણસર ગામે વસીયાણી પરીવાર દ્વારા નવચંડી યજ્ઞ અને માતાજી નાં નવરંગો માંડવા નું આયોજન

વાંકાનેર તાલુકાના લુણસર ગામે શ્રી ખોડિયાર માતાજી તથા મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવાનું આયોજન વસિયાણી પરિવાર દ્વારા કરેલ છે. જેમાં 11 યજ્ઞકુંડ બનવવામાં આવશે.
વાંકાનેર તાલુકાના લુણસર ગામે તા.17 ને મંગળવારે વસીયાણી પરિવારના કુળદેવી શ્રી ખોડીયાર માતાજી તેમજ મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવાનું આયોજન વસિયાણી પરિવાર દ્વારા કરેલ છે. જેમાં યજ્ઞકુંડ બનવવામાં આવશે. વસીયાણી પરિવારના 30 નવદંપતી સાતક બેસશે.
તેમજ સાંજે ૬-૦૦ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે અને તા. 17ને મંગળવારની રાત્રે ડાકની રમઝટમાં શ્રી જીવરાજભાઈ કુઢીયા ડાક કલાકાર દ્વારા માતાજીના પરચાનું રસપાન કરાવશે. તો આપ સર્વેને વસીયાણી પરિવાર તરફથી હાર્દિક આમંત્રણ છે…
શુભ સ્થળ :
શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મેલડી માતાજીના મઢે
મુ. લુણસર, તા. વાંકાનેર, જી. મોરબી
મો. ૮૨૦૦૦ ૮૬૮૪૨ / ૯૯૭૪૧ ૮૮૦૮૮ /૯૭૨૪૯ ૨૫૪૪૧

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img