ટંકાર: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આયોજીત તા.26/01/2023 ને ગુરૂવાર (વસંતપંચમી)નાં પાવન દિવસે એક માંડવે લગ્ન એવા ચતુર્થ સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.
આ સમુહ લગ્નોત્સવમાં ટોટલ 19 નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહિયા છે. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ જયેશભાઈ રાદડીયા કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલ તેમજ સાધુ અને સંતો યુગલને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે તેમજ સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના કાર્યકર્તા એવા બેચરભાઈ ઢેઢી યુવા કમિટી પ્રમુખ અજય સંઘાણી ઉપપ્રમુખ વિમલ ભાગિયા મંત્રી અલ્પેશ મુંજાત તેમજ હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો વગેરે આ કાર્યક્ર્મને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...