મોરબી: લોહાણા મહાજન- મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના સ્નેહમિલનનુ આયોજન કરવા માં આવેલ છે. દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને સ્નેહમિલનમાં પધારવા લોહાણા મહાજન-મોરબી તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
