લોકો બોરનું પાણી પીવા મજબુર ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની અછતને પગલે લોકો મુશ્કેલ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે
મોરબી તાલુકાના વનાળીયા ગામમાં છેલ્લા 12 દિવસથી પીવાના માટે ગ્રામજનો તરફડી રહ્યા છે ગામમાંથી નીકળતી પાણીની લાઈન અવાર નવાર લીકેજ થઇ જતી હોવાથી ગ્રામજનોને પાણી મળી રહ્યું નથી જેના કારણે તેઓ બોરનું ખારું પાણી પીવા મજબુર બન્યા છે. મહિલાઓ પણ ગામથી દુર આવેલ ફેક્ટરીમાંથી ઘર વપરાશનું પાણી લેવા મજબુર બન્યા છે. મહીલાઓને વહેલી સવારે રસોઈ,ઘરની સફાઈ,કપડા વાસણ સહીતની તમામ કામગીરી માટે પાણીની ખુબ જરૂર હોય પાણી વિના તેઓની કામગીરી કરવી મુશ્કેલ બની જાય છે.ઘરમાં જેટલું પાણી આવે છે તેનો કરકસરથી ઉપયોગ કરવા છતાં તેઓને મુશ્કેલી પડી રહી છે.
પીવાનું પણ શુધ્ધ પાણી ન મળતું હોવાથી વર્ષો જુના બોરનું પાણી પીવા મજબુર બન્યા છે બોરનું પાણી ખારું હોવાથી ગ્રામજનોમાં બીમારી ફેલાવવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવે છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા તેઓની હાલત કફોળી બની છે તેમના ગામમાં પીવાનું પાણી જે પાઈપ લાઈનથી આવે છે તે છેલા 30 વર્ષ જૂની છે અને હવે જર્જરિત થઇ ચુકી છે જેના કારણે આ લાઈન અવારનવાર તૂટી જતી હોય છે અને પાણી વેડફાઈ જાય છે તો બીજી તરફ લોકોને પીવાના પાણી વિના તરફડવું રહ્યા છે
છેલ્લા દસ પંદર દિવસથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે પથરવામાં આવેલ પાણીની લાઈનને ચેક કરવામાં આવી રહી છે જો કે, ફોલ્ટ મળી રહ્યો નથી અને આ લાઇન ૩૦ વર્ષ કરતાં વધુ જૂની હોવાથી ગામ માટે નવી પાણીની લાઇન આપવામાં આવે તેવી પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.આ અંગે ગામના સરપંચ અબ્દુલ સુમરાએ જણાવ્યું હતું.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...