વાંકાનેર તાલુકાના આણંદપર ગામે પથ્થરની ખાણમાં ટ્રક સાફ કરી રહેલા યુવક પર લોડરમાંથી પથ્થર પડતા યુવકનુ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામે દશરથસિંહ ઝાલાની ખાણમા વિપુલભાઇ હમિરભાઇ ગેલડિયા ( ઉ.વ.25 )નામનો યુવક ટ્રકનું ઠાઠું સાફ કરતો હતો તે દરમિયાન લોડર ચાલકે વેસ્ટ પથ્થરો નાખતા પથ્થર માથે પડતા મોત નીપજ્યું હતું.
