વાંકાનેરના આરોગ્યનગરમાથી ઈંગ્લીશ દારૂની 228 બોટલો સાથે એક ઝડપાયો
વાંકાનેર: વાંકાનેરના આરોગ્યનગરમાથી ઈંગ્લીશ દારૂની ૨૨૮ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કામગીરી માટે પ્રત્યનશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર આરોગ્યનગરમા રહેતા ભદુભાઈ કાળુભાઈ માનસુરીયા ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે અંગે સ્ટાફ સાથે પ્રોહી અંગે રેઈડ કરતા અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૨૮ મુદ્દામાલ કી.રૂ.૮૮,૯૮૦/- તથા એક મોબાઇલ ફોન કિં રૂ.૫૦૦ મળી કુલ કિં રૂ.૮૯,૪૮૦ના મુદ્દામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.