વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગઇકાલના રોજ વાંકાનેર ડેપોમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 12 જેટલા કર્મચારીઓના નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત કરી અને તેમને નિવૃત્તિ વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી.
એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ અને વાંકાનેર એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા ગઇકાલના રોજ વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે કર્મચારી નિવૃત્ત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ડેપોમાં એ.ડી.એમ./વર્કશોપ ખાતે તથા કંડકટર અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થતા 12 જેટલા કર્મચારીઓને સન્માનિત કરી નિવૃત્ત વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ સાથે જ આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ એસ. ટી કર્મચારીઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા, રાજકોટ વિભાગીય એસ.ટી.ના નિયામક જે. બી. કલોતરા, વિભાગીય પરિવહન અધિકારી વી. બી. ડાંગર, વિભાગીય યાંત્રીક ઈનચાર્જ ઈજનેર એન. વી. ઠુમ્મર, વાંકાનેર ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...