વાંકાનેર: કન્ટેનર ચાલકે બે યુવાનને અડફેટે લેતા કમકમાટીભર્યા મોત
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઈડમાં આવતા કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવતા બાઈકમાં સવાર બંને યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે જે બનાવ મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રોંગ સાઈડમાં આવતા ટ્રક કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવ્યું હતું જેથી બાઈક સહીત બંને યુવાનો ફંગોળાઈને નીચે પડી ગયા હતા જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર મળે તે પૂર્વે જ બંને યુવાનના મોત થયા હતા
જે બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ડાયાભાઇ જીવાભાઈ જીંજવાડિયા (ઉ.વ.૩૨) રહે જીકીયારી તા. મોરબી અને સુખદેવ અદગામા (ઉ.વ.૨૦) રહે મહેન્દ્રનગર તા. મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસના નગીનદાસ નિમાવત સહિતની ટીમ દોડી ગઈ હતી બંને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે