વાંકાનેર હાઇવે પર આવેલ ફેક્ટરી પાસે જુગાર રમતા ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ પાસે આવેલ ફેક્ટરી પાસેથી જાહેરમાં જુગાર રમતા જુગારીઓને મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી પડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન લાલપર ગામની સીમ મોરબી વાકાનેર હાઇવે રોડ વર્ધમાન હોટલ પાછળ આવેલ કોરલ સીરામીકના કારખાના પાસે આવતા અમુક ઇસમો જાહેરમાં રસ્તા પર જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) બળદેવભાઇ અરજણભાઇ પોરડીયા
(૨) મનોજભાઇ દેવજીભાઇ વિડજા
(૩) જયપ્રકાશ રામદુલાર પટેલ
(૪) સંતોષ સુરેશસિંહ યાદવ
(૫) મોહન રામસીંગ વાસકલ
વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમની પાસેથી ચલણી નોટો મળી કુલ રૂ.૧૪,૦૨૦/- કબ્જે કરવામાં આવી છે.