Saturday, April 27, 2024

વાર્ષિક 7.50 લાખથી વધુ પેન્શનની આવક ધરાવતા પેન્શનરોએ 10 એપ્રિલ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી ખાતે જરૂરી માહિતી રજૂ કરવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સમય મર્યાદામાં માહિતી નહીં આપનાર પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરાશે

મોરબી: જિલ્લા તિજોરી કચેરી-મોરબી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કિમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે, જે સર્વિસ પેન્શનરો (કુટુંબ પેન્શનર સિવાયના મૂળ પેન્શનર)ની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭,૫૦,૦૦૦ થી વધું થતી હોય તેવા પેન્શનરોએ અંદાજિત રોકાણની વિગત, બાંહેધરી નિયત ફોર્મ ૧૨-બી, પાન કાર્ડ, પી.પી.ઓ નંબર વગેરે વિગતો જિલ્લા તિજોરી કચેરી-મોરબી ખાતે ૧૦-૦૪-૨૦૨૩ સુધીમાં રૂબરૂ/ટપાલ અથવા ઇ-મેઇલ આઇ.ડી. [email protected] પર મોકલાવવી. નિયત સમયમાં માહિતી નહીં મોકલાવેલ હોય તેવા વાર્ષિક રૂ.૭,૫૦,૦૦૦/-થી વધુ પેન્શન મેળવતા સર્વિસ પેન્શનરોના માસિક પેન્શનમાંથી સરકારના નિયમોનુસાર આવકવેરા, ટી.ડી.એસ.ની કપાત કરવામાં આવશે. જેઓનું વાર્ષિક પેન્શન ૭,૫૦,૦૦૦ થી વધુ થતુ હોય તેઓ એ જ ઉપરોક્ત દસ્તાવેજ જમાં કરાવવાના રહેશે જેની ખાસ નોંધ લેવી.

પેન્શનની વિગત તેમજ આવક્ના પ્રમાણપત્ર https://cybertreasury.gujarat.gov.in પરથી મેળવી શકાશે. જેના માટે લોગીન આઇડી આપનો બેંક એકાઉન્ટ નંબર તેમજ પાસવર્ડ આપનો પી.પી.ઓ નંબર રહેશે તેવું મોરબી જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર