Thursday, March 5, 2026

વાવડીમાં 28 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો પ્રથમ વિશાળ સ્પોન્ઝ ગાર્ડન બનશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોન્ડ, યોગા, સોલાર, ગેમ કોર્ટ, રેઇન ગાર્ડન, જીમ, વોટર મ્યુઝીયમનું આકર્ષણ : 19 કરોડના ખર્ચે લાયબ્રેરી પણ મંજૂર


ચક્રવાત દૈનિક રાજકોટ

વોર્ડ નં.12માં સૌરાષ્ટ્રનો પ્રથમ સ્પોન્ઝ પાર્ક બનાવવા 28 કરોડનો ખર્ચ આજની સ્ટે.કમીટીમાં મંજૂર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં રૂા.48.90 કરોડનાં વિવિધ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.12ના વાવડી વિસ્તારમાં તપન હાઇટસ સામે 34800 ચો.મી.માં બનનારા સ્પોન્ઝ ગાર્ડનમાં વોટર રીટેન્શન પોન્ડ, યોગા સ્પેસ, સોલાર એનર્જી, મલ્ટી સ્પોર્ટ ગેમ કોર્ટ, રેઇન ગાર્ડન, કોમ્યુનિટી ફાર્મીંગ, ફેસ્ટીવલ ગેધરીંગ, પબ્લીક પરફોર્મન્સ એરીયા, ઘાટ, મેડીકલ પ્લાનટેશન, આઉટડોર જીમ, સેલ્ફી પોઇન્ટ, વોટર મ્યુઝીયમ, ફલાવર ગાર્ડન, વોક-વે, ટોયલેટ બ્લોક જેવી સુવિધા છે.

આ જ વોર્ડમાં વાવડી વિસ્તારમાં વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે 18.97 કરોડના ખર્ચે લાયબ્રેરી બનાવવા પણ મંજૂરી અપાઇ છે જે માટે નગરસેવક અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવે શાસકો અને કમિશ્નર સમક્ષ દરખાસ્તો મૂકી હતી.

વોર્ડ નં.12માં 1.11 કરોડના ખર્ચે પુનિતનગર 24 મીટર રોડ પર ગુજરાત મોટર્સ પાસેનાં હૈયાત સ્લેબ કલવર્ટને વાઇડનીંગ, 47.09 લાખના ખર્ચે નવી પેટા વોર્ડ ઓફિસ 12(ક) બનાવવાનું કામ, 18.97 કરોડના ખર્ચે વાવડી વિસ્તાટરમાં આવેલ વ્રજ વિલા એપાર્ટમેન્ટ પાસે લાયબ્રેરીના કામ મંજુર કરવામાં આવેલ છે જે બદલ પૂર્વ મેયર અને વોર્ડ નં.12ના કોર્પોરેટર ડો. પ્રદીપભાઈ ડવે ચેરમેન જયમીન ઠાકર સહિતના સભ્યોનો આભાર માન્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર