મોરબી : મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે હાલમાં વિષમ પરિસ્થિતિના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વીજખાધને ધ્યાનમાં રાખીને કરારિત વીજભારની મર્યાદામાં વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા ગ્રાહકોને અપીલ કરાઈ છે.
અને કરારિત વીજભાર કરતા વધારે વીજ વપરાશ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
વીજ તંત્રના જણાવ્યા મુજબ હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ છે. એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને હિસાબે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદઅંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજખાધ ઉભી થવા પામેલ છે. જેને ધ્યાને રાખી પી. જી. વી. સી. એલ. મોરબીના માનવંતા ગ્રાહકોનેઅપીલ કરવામાં આવેલ છે.મુજબ વીજ જોડાણમાં કરારિત વીજભારની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા તેમજ શક્ય હોય તો બિનજરૂરી વીજ વપરાશ/ વેડફાટ ટાળવા તથા વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. જે ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ વી. એલ. ડોબરીયા (અધિક મુખ્ય ઈજનેર, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, મોરબી)ની યાદીમાં જણાવાયું છે.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...