વિધાનસભાની ચૂંટણીને પગલે મોરબીના વધુ ત્રણ બુટલેગરોને પાસા તળે વડોદરા અને અમદાવાદ જેલ ખાતે ધકેલાયા
મોરબી: આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વધુ ત્રણ પ્રોહિ બુટલેગર્સને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ / મોરબી પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ અગામી યોજાનાર વિધાનસભા સમાન્ય ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર કડક કાર્યવાહીના ભાગરૂપે આવા ઇસમો વિરુધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો વિરુધ્ધ અલગ અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફ મોકલતા તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી વધુ ત્રણ બુટલેગર્સ યોગીરાજસિંહ ખોડુભા વાધેલા ઉ.વ.૩૨ રહે. મોરબી નાનીબજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં તા.જી. મોરબી વાળા, ધર્મેશભાઇ ઉર્ફે ધમો જગદીશભાઇ મેર ઉ.વ.૨૪ રહે. મોરબી પ્રજાપત કારખાના પાસે બીલાલી મસ્જીદની બાજુમાં તા.જી.મોરબી, ધનરાજસિંહ શાંતુભા મકવાણા ઉ.વ.૨૩ રહે.મોરબી મહેન્દ્રપરા શેરી નંબર-૧૩ તા.જી.મોરબી વાળા વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ જે પાસા વોરંટ ઇશ્યુ થયા બાદ સામાવાળા ઇસમોને ક્રાઇમ બ્રાન્ચ મોરબી તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પકડી પાડી અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.
