મોરબી: આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાને મોરબી જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તરપ્રદેશના IPS. K Ejilearassaneની નિમણુંક કરવામાં આવી છે.
આજે K Ejilearassane નાઓએ મોરબી જિલ્લાની અલગ અલગ ચેકપોસ્ટની તેમજ ક્રિટીકલ બુથ બિલ્ડિંગોની મુલાકાત લીધી. અને આ મુલાકાત દરમિયાન ગુજરાતના લોકો રહેણીકરણી તેમજ ગુજરાતીઓના સ્વભાવની ખુબ પ્રશંસા કરી તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ મોરબી પોલીસ દ્વારા ચુંટણી લક્ષી કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી મોરબી પોલીસની કામગીરીની પ્રશંસા કરી પોલીસ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
