મોરબી: વિરપર નવયુગ સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શન વન્ડર સ્ટાર એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીત, ડ્રામા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો એન્યુઅલ ફંક્શનમાં વિદ્યાર્થીઓને એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ પી ડી કાંજીયાએ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી ફંક્શનને સફળ બનાવવા નવયુગ સંકુલના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...