વિશ્વઉમિયાધામ ખાતે 500 NRI પરિવારનો કાલે સ્નેહમિલ અને અભિવાદન સામારોહ યોજાશે
વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ, જાસપુર- અમદાવાદ ખાતે આવતી કાલે તા. 2 જાન્યુઆરી 2023ને સોમવારના રોજ NRI સ્નેહમિલન અને અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં USA, કેનેડા, આફ્રિકા, UK અને તેમજ વિશ્વના વિવિધ ખુણામાં રહેતા 500થી વધુ NRI પાટીદાર પરિવારો ઉપસ્થિત રહેશે. સોમવારે બપોરે 2.30 કલાકથી NRI પરિવારોનું સ્નેહમિલન યોજાશે અને સાંજે 5.30 કલાકે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં NRI અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે.