વિશ્વ હિન્દુ પરિષદે રામનવમીની શોભાયાત્રામાં સહકાર બદલ સંસ્થાઓ અને તંત્રનો આભાર માન્યો
રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાઓ,લોકોએ સાથ-સહકાર આપ્યો હતો.જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જીલ્લા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત રામનવમી ની ભવ્ય શોભાયાત્રા માં સર્વે સમાજ, હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ,ભગિની શાખા ઓ,અલગ અલગ મિત્ર મંડળઓ,સોસાયટીઓ ,અને દરેક સનાતની ભાઈઓ અને બહેનો નો, પ્રેસ મીડિયા ના ભાયો નો ખૂબ સારો એવો સહકાર મળ્યો તે બદલ વિશ્વ હિન્દુ પરિષદ અંતઃકરણ થી આભાર પ્રગટ કરે છે.આગામી સમય માં આવનાર ઉત્સવો ને પણ સાથે મળીને સંગઠિત થઈ ને ભવ્ય આયોજન સાથે મળીને કરશું. સાથ સહકાર બદલ વહીવટી અને પોલીસ તંત્રનો પણ આભાર માનવામાં આવ્યો હતો.