Wednesday, July 30, 2025

શતાબ્દી મહોત્સવ : સંત પ્રવેશદ્વારને બનાવવા માટે લાગ્યો 1 વર્ષ જેટલો સમય વાંચો શું છે ખાસિયત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે.આ નગરમાં કુલ સાત પ્રવેશદ્વાર બનાવાયા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એટલે સંત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે આ ભવ્ય સંત પ્રવેશદ્વારને બનાવવા માટે એક વર્ષની મહેનત લાગી છે


આ સંત પ્રવેશદ્વારની કુલ 380 ફુટ લંબાઇ અને 35 ફુટ પહોળો તથા 51 ફુટ ઉંચો છે. સંત પ્રવેશદ્વાર પર કુલ 14 સંતોની 28 પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. જેમાં શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મુક્તાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, ગૌતમબુદ્ધ, સંતરોહીદાસ, રામાનુજાચાર્ય, ગુરુનાનાક, સ્વામી વિવેકાનંદ, સંત તુલસીદાસજી, મીરાબાઇ, નરસિંહ મહેતા, મહાવીર સ્વામી, સંત કબીરની પ્રતિમાનો સમાવેશ થાય છે.

આ બધી પ્રતિમાઓ ધાતુની બનાવાઈ છે, જેથી તેને ફરીથી અન્ય કોઈ જગ્યાએ સ્થાપિત કરી શકાય.સનાતન હિન્દુ ધર્મના આ સંતોએ સમાજ ઘડતરનુ મોટું કાર્ય કર્યું છે. તેથી અમે પ્રવેશદ્વાર પર સંતોને સ્થાન આપ્યું છે. સંત દ્વારમાં બારીક કલાત્મક કોતરણી સહિત મોરની પ્રતિમા રખાઇ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર