આ ચતુર્થ સમુહલગ્ન મહોત્સવમાં ૧૯ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં
ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા આયોજિત તા.૨૬-૦૧ -૨૦૨૩ ને ગુરૂવારના રોજ વસંતપંચમીના પાવન દિવસે એક માંડવે લગ્ન એવા ચતુર્થ સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ૧૯ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
આ ચતુર્થ સમુહલગ્ન મહોત્સવ કાર્યક્રમને ભવ્યથી અતિભવ્ય બનાવવા બદલ યુગલ,યુગલ પરીવાર, તેમજ દાતાઓ અને આ કાર્યક્રમને મદદ રૂપ થયેલ એવા સમાજના કાર્યકર્તા અને સ્વયંસેવક ભાઈઓ, બહેનો, યુવાન મિત્રોનો સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આવનાર દિવસોમાં પણ આવીજ રીતે ઉત્સાહથી સમાજની સાથે જોડાયેલા રહો તેવી અપેક્ષા રાખી હતી.
