સર્વોપરી સાયન્સ કોલેજ નવા સાદુળકા ખાતે ટોબેકો અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઇ
મોરબી: આજે સર્વોપરી સાયન્સ કોલેજ-નવા સાદુળકા ખાતે પ્રા.આ.કે.- ભરતનગર અને ટોબેકો કંટ્રોલ સેલ-મોરબી દ્રારા તમાકુ નિષેધ અંગે યુવા જાગૃતી માટે યુવાનો વ્યસન મુક્ત રહે અને પોતાના મૌલિક વિચાર રજુ કરી શકે તે હેતુથી નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ.
કોલેજના ૧૬૦ જેટલા સ્ટુડન્ટ પૈકી ૫૫ જેટલા સ્ટુડન્ટોએ હરીફાઇમા ભાગ લીધેલ હતો ,વ્યસન મુક્તિ અંગે દરેકે પોતાના મૌલિક વિચારો સરસ રીતે રજુ કરેલ, નિરીક્ષકો તરીકે ડો.ડી. એસ.પાંચોટિયા, સુપરવાઇજર બી.એ. કાલરીયા, ડો.વિજય અગોલા, ટોબેકો કંટ્રોલ સેલના પ્રતિનિધિ તેહાનભાઇ, આરોગ્ય કર્મચારી અને સર્વોપરી પ્રોફેસર ગણ દ્રારા નિબંધ તપાસણી કરી વિજેતા જાહેર કરવામા આવેલ હતા, જેમા પ્રથમ ક્રમે દેસાણી હસ્તી, દ્રિતિય ક્રમે છત્રોલા આરતી, તૃતીય ક્રમે મુછડીયા ભુમીને મહાનુભાવો દ્રારા ઇનામ વિતરણ કરવામા આવેલ.
તેમજ ડો. સી.એલ. વારેવડિયા મેડીકલ ઓફિસર ભરતનગરના માર્ગદર્શન હેઠળ કાયર્ક્રમ સફળ રીતે પુર્ણ કરવામા આવેલ.