Friday, February 20, 2026

સુરતના કામરેજમાં ₹૧૪૫૦ કરોડના ખર્ચે સાકાર થશે અત્યાધુનિક મેડિકલ હબ: વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં મોટી જાહેરાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સુરત: ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તાર માટે એક ઐતિહાસિક અને આરોગ્ય ક્ષેત્રે સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, કામરેજમાં અંદાજે રૂ. ૧૪૫૦ કરોડના ખર્ચે ૩૦.૫૫ હેક્ટર જેટલી વિશાળ જમીન પર એક અત્યાધુનિક હોસ્પિટલ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ. ૨૫૦ કરોડની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.
​આ પ્રસ્તાવિત મેડિકલ હબની વિશેષતા એ છે કે અહીં એક જ કેમ્પસમાં ચાર મોટી હોસ્પિટલો કાર્યરત થશે. જેમાં ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ મુખ્ય રહેશે. આ ઉપરાંત, ગંભીર રોગોની સચોટ સારવાર માટે ૫૦૦-૫૦૦થી વધુ બેડ ધરાવતી ત્રણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનું નિર્માણ થશે, જેમાં કાર્ડિયાક એન્ડ ન્યુરો, યુરોલોજી એન્ડ નેફ્રોલોજી તેમજ કેન્સર હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ ઇન્ટીગ્રેટેડ મોડલને કારણે દક્ષિણ ગુજરાતના દર્દીઓને તમામ પ્રકારની જટિલ સારવાર અને નિદાન એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.
​આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ પ્રોજેક્ટ વિશે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સુવિધાથી સુરત જિલ્લો અને દક્ષિણ ગુજરાત મેડિકલ ટુરિઝમના નકશા પર વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે. આ કેમ્પસ માત્ર સારવાર માટે જ નહીં, પરંતુ મેડિકલ શિક્ષણ, ઉચ્ચ સંશોધન અને ઈમરજન્સી સેવાઓ માટે પણ એક આદર્શ કેન્દ્ર સાબિત થશે. દક્ષિણ ગુજરાત અને કામરેજની જનતા વતી તેમણે આ અણમોલ ભેટ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર