સુરતમાંથી 75 લાખની રોકડ મળવા બાબતે મોરબીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી; કોંગ્રેસનું કનેકશન હોય તો સરકાર તેની તપાસ કરાવે
મોરબી: વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાંથી ૭૫ લાખની રોકડ રકમ મળવી અને કોંગ્રેસનું કનેક્શન હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાય દ્વારા મોરબીમાં પત્રકાર પરિષદ યોજી આરોપોને જુઠા ગણાવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને સૌરાષ્ટ્ર પ્રભારી અજય ઉપાધ્યાય આજે મોરબી આવેલ હોય ત્યારે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં ૭૫ લાખની રોકડ મળવા બાબતે તેમને જણાવ્યું હતું કે જો આ બાબતે સાથે કોંગ્રેસને કાંઈ લેવાદેવા હોય તો સરકાર તેની તપાસ કરાવે. કોંગ્રેસ કાર્યકરોને આ બાબત સાથે કોઈ સંબંધ નથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગૃહમંત્રીના આતંવાદી સાથે ફોટો છે. સાથે ફોટા હોવાથી કાઈ સાબીત થાતું નથી. આ સમજી વિચારીને કરવામાં આવેલ સાજીશ છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણ સેવાઓ અંગે પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબી દેશભરમાં એક આગવી ઓળખ ધરાવે છે. તેમજ મોરબીમાં થયેલ ઝુલતા પુલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી. અને સરકારને આડે હાથ લઈ તેમના પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ડબલ એન્જીન સરકારની ફક્ત ફોગટ વાતો કરે છે પરંતુ હકીકતમાં રાજ્યમાં એન્જીન ફેલ થઇ ગયું છે. વર્ષ ૨૦૧૭ ના મેનીફેસ્ટોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓના ફોગટ વાદા કર્યા હતા. જયારે સરકારી ચોપડા કહે છે કે પાંચ વર્ષમાં નવી કોઈ યુનિવર્સિટી કે હોસ્પિટલ સરકારી બની નથી અને ઘણી બધી સરકારી શાળાઓ બંધ કરી દીધી છે. કોરનાકાળ દરમિયાન સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે સૌ જોયું છે કે કવી રીતે માણસો આરોગ્ય સુવિધાના અભાવે કેટલાક મૃતદેહ રોડ પર પડેલા જોવા મળ્યા હતા.
તેમને વધુમાં જણાવ્યું હતું કે સરકારે આરોગ્ય ક્ષેત્રેમા બહુ ઓછો ખર્ચ કર્યો છે. મોરબીમાં જ્યારે ઝુલતો પુલ દુર્ઘટના ઘટી ત્યારબાદ પીએમ મોદીને મુલાકાત વખતે ઘણુ બધુ છુપાવવામાં આવ્યું હતું તાત્કાલિક હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવ્યું હતું. સીવીલ હોસ્પિટલમાં સ્ટાફની પણ અછત છે. તેમને જણાવ્યું હતું કે ઝુલતો પુલ એ રાજનીતીનો મુદો નથી માનવતાનો મુદો છે. વિપક્ષ તરીકે વાંધો ઉઠાવ્યો છે જે અમારી જવાબદારી છે. ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરી હતી.