જીલ્લાની વિવિધ સ્વનિર્ભર શાળાના મેનેજીંગ ટ્રસ્ટીઓ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ કરવામાં આવ્યો.
પ્રવર્તમાન સમયે ગુજરાત વિધાનસભાની ચુંટણીના મતદાનને ગણતરીના દીવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી મુકામે વિભુતિ હોલ ખાતે મોરબી-માળીયા ૬૫ વિધાનસભાના ભાજપના લોકપ્રિય ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતીમાં મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી જેમા મોરબી જીલ્લાની વિવિધ શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યો તેમજ શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ મજબુત કરવા રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યમાં સહભાગી બનાવા મોરબી જીલ્લા સંલગ્ન દરેક વિધાનસભા બેઠકમાં ભાજપને જંગી લીડથી વિજયી બનાવવા ઉપસ્થિત દરેક ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આ તકે મોરબી-માળીયા ૬૫ વિધાનસભાના ભાજપના લોકપ્રિય ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઉપસ્થિત શિક્ષકગણનુ અભિવાદન કરવામાં આવ્યુ હતુ. વિવિધ શાળાનાં ટ્રસ્ટીઓ દ્વારા કાંતિભાઈ અમૃતિયા સહીતના મોરબી જીલ્લા સંલગ્ન દરેક બેઠક ના ભાજપના ઉમેદવારોને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યુ હતુ.
આ તકે મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં મનોજભાઈ ઓગણજા (રાંદલ વિદ્યાલય), નિલેશભાઈ કુંડારીયા( નિર્મલ વિદ્યાલય), પી.ડી. કાંજીયા (નવયુગ વિદ્યાલય), જીતુભાઈ વડસોલા (નિલકંઠ વિદ્યાલય), હાર્દિકભાઈ પાડલીયા (ન્યુ એરા સ્કુલ), ટી.ડી.પટેલ (ઓમ શાંતિ વિદ્યાલય), જયેશભાઈ ગામી (નાલંદા વિદ્યાલય), નવનીતભાઈ કાસુન્દ્રા (નિલકંઠ કોમર્સ સ્કુલ), દીલીપભાઈ ગઢીયા (સર્વોપરી સ્કુલ), કીશોરભાઈ શુક્લ ( સાર્થક વિદ્યા મંદિર), અશ્વિનભાઈ અઘારા (ઉમા વિદ્યા સંકુલ), હર્ષદભાઈ ઓડીયા (ક્રિષ્ના સ્કુલ), રાજુભાઈ (નવનિર્માણ વિદ્યાલય), પ્રકાશભાઈ (સારથી વિદ્યાલય), અતુલભાઈ પાડલીયા (નવજીવન વિદ્યાલય), હર્ષદભાઈ કાવર (નવદીપ વિદ્યાલય), અશોકભાઈ (તપોવન વિદ્યાલય), સંદીપભાઈ (સત્યમ વિદ્યાલય), પ્રસાદભાઈ ગોરીયા (આર્યવ્રત વિદ્યાલય) સહીતના મોરબી જીલ્લાની વિવિધ સ્વનિર્ભર શાળાના ટ્રસ્ટી ઉપરાંત બહોળી સંખ્યા માં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દરેક મહાનુભવો દ્વારા કાંતિભાઈ અમૃતિયા ને સમગ્ર ગુજરાત ની ૧૮૨ વિધાનસભા બેઠકો માંથી સૌથી વધુ લીડ થી વિજયી બનાવવા અંગે આહવાન કરવામાં આવ્યુ હતુ.
મધુપુર કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખના જયદેવસિંહ ઘનશ્યામસીંહ જાડેજાએ રાજીનામું આપતા જણાવ્યું હતું કે મારાં ધંધા ના કામકાજ ના કામોના કારણે તેમજ મધુપુર મેલડીધામ ટ્રસ્ટ ના કામકાજો ના લીધે મને અત્યારે પૂરતો સમય નથી મળતો જે માટે હું કરણીસેના ના જિલ્લા પ્રમુખ ના હોદા ઉપર બેસીને પણ સમાજ કાર્યોમાટે સમય...
હળવદ પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડિટેઇન કરી આરોપીને હળવદ પોલીસ દ્વારા સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને...