Saturday, May 4, 2024

હજુ એક માસ પણ નથી થયો તેવી મોરબીની ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી ઘટના ચૂંટણીના મહત્વના મુદ્દામાંથી ગાયબ બની !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: આવનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર તેની ચરમ સીમા પર પહોંચ્યું છે સત્તા પક્ષ અને વિપક્ષ પોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી મતદારોને રીઝવવા મચી પડ્યા છે પરંતુ ગુજરાતથી પ્રજાની કમનસીબી કહો કે ગુજરાતી પ્રજાની લોકશાહી સમજવાની ઉણપ કહો મોરબીના ઝૂલતા પુર તૂટવાથી ગોઝારી ઘટના ચૂંટણીનો મુદ્દો નથી બન્યો! કાળજુ કંપાવી દેતી ઘટનાને હજુ થોડા દિવસ થયા હોવા છતાં હાસ્યમાં સંકેલાઈ ગઈ છે આવી ઘટનાઓ જ રાજકીય નેતાઓની સંવેદના અને પ્રજાની જાગૃતતા ઉજાગર કરે છે જે સમાજનું પ્રતિબિંબ બને છે અને આપણે આપણું પોતાનું ફ્યુચર કઈ દિશામાં લઈ જઈએ છીએ તે નક્કી કરે છે.

હજુ તો એક માસ પણ પૂરો થયો નથી ઝૂલતા પૂલની ગોજારી ઘટના બની છે તેને જેમાં 135 નિર્દોષ વ્યક્તિએ પોતાની જીવ ગુમાવ્યા હતા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાની નોંધ માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ લેવાય હતી આ ઘટના કુદરતી આફત કરતા અધિકારીઓની લાપરવાહીથી બની હોવાનું હવે તપાસમાં બહાર આવી રહ્યું છે ત્યારે આ ઘટના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનશે તેમ લાગતું હતું પરંતુ ગુજરાતની પ્રજાની કમનસીબી છે કે આવી ભયંકર ઘટનાઓ વિશે ચૂંટણીમાં સત્તાધીશો કે વિપક્ષ કંઈ બોલવા તૈયાર નથી અને ઘટના અંગેના વેધક સવાલો અને નગ્ન સત્ય ઉજાગર કરવા પ્રજા ખુદ પણ તૈયાર નથી છેલ્લા 27 વર્ષ થયા ભાજપ ગુજરાત પર સત્તા ભોગવી રહ્યું છે ગુજરાતના વિકાસના ગુણગાન ગાવામાં લગીરે પાછી પાની નથી કરી રહ્યું.

આજે ઝુલતાપુલ તૂટવાની ઘટના વિશે એક હરફ પણ ઉચ્ચારવા તૈયાર નથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનામાં જવાબદાર ચમ્મરબંધી ને છોડવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો હતો પરંતુ તપાસ બાદ માત્ર પુલના સિક્યુરિટી ગાર્ડ અને કંપનીના મેનેજર જેવા નાના તબક્કાના કર્મચારીઓને પકડીને સંતોષ માની લીધો છે શું જાન ગુમાવનારા 135 લોકોના પરિવારને આજ ન્યાય અપાવવાનો હતો? ઘટનાએ સત્તાધારી પક્ષના વિકાસના દાવા તેમજ સરકારી કર્મચારી અને કોર્પોરેટઘરાના ની સાઠગાંઠ અને ઉચ્ચ અધિકારીની નિષ્ક્રિયતાને ખુલેઆમ છતી કરી દીધી છે આમ છતાં આ ઘટના સામાન્ય ઘટના હોય તેમ દબાવી દેવાય છે ભાજપની સત્તા ભૂખ અને પોતાની મન મરજીથી જ ચાલશે તેવા દાવાને બળ પણ મળી રહ્યું છે તો સામા પક્ષે એટલે કે વિરોધ પક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ મુદ્દા ને ભૂલી ગઈ હોય તેમ સરકાર સામે નિષ્ક્રિય રહી એક પછી એક સવાલો ઉભા કરી ભ્રષ્ટાચારરૂપી બનેલી ઘટનાને ઉજાગર કરવાની તેમની ફરજ પણ કોરાણે મૂકી દીધી છે.

આજે આ ઘટનાં વિશે એક શબ્દ પણ વિપક્ષ ઉઠાવતું નથી તો ન્યાય ક્યાંથી અપાવી શકશે કોંગ્રેસ શા માટે 27 વર્ષથી વિપક્ષમાં છે તે સાબિત કરી આપે છે અને સત્તામાં આવવાને લાયક છે નહીં તે પોતે જ તેની પોતાની અસમતા ઉજાગર કરી દીધી છે તો સત્તા પક્ષ અને વિપક્ષ કર્તવ્યનિષ્ઠા ચુકી ગયા છે પરંતું પ્રજા પોતે પણ પોતાની લાપરવાઈ છતી કરી દીધી છે ખુદ પ્રજા પણ સત્તા તરસ્યા નેતાઓને ઘટનામાં ઇન્સાફ મેળવવા માટે સવાલો નથી કરી રહી!! અરે પ્રજા પોતે જ મુદ્દાને ભૂલી ગઈ હોય તેવું હવે લાગી રહ્યું છે પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવતા કેટલા નેતાઓને આ ઘટના વિશે પ્રજાએ ખૂદે પ્રશ્નો પૂછ્યા છે? મૃત્યુ પામનારના પરિવારજનોને ન્યાય મળે તેવી નૈતિક જવાબદારી પ્રજાની પણ છે પણ પ્રજા ખુદ આંખ આડા કાન કરી રહી છે આજે આ ઘટના મોરબીમાં બની છે કાલે અન્ય શહેરમાં પણ બનશે અને તેમાં પણ પ્રજાને મૂર્ખ બનાવી દેવામાં આવશે અને પ્રજા હોસે હોર્સે મૂર્ખ પણ બની જશે આ તો ક્યાંક ને ક્યાંક હાઇકોર્ટે દ્વારા સંજ્ઞાન લઈને સુવોમોટો દાખલ કરવામાં આવતા સત્તાધિશો ની સાંઠગાંઠ અને લાપરવાહી સામે આવી છે બાકી તો સરકાર આવી ઘટનાઓ પર પડદો પાડવામાં માહીર છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર