હળવદ : ગત તા. ૧૧ માર્ચે શનિવારના રોજ મોડી રાત્રે મોરબીના પીપળી ગામનો ડાભી પરિવાર અમદાવાદથી મામેરુ ભરી પરિવારજનો સાથે પરત ટ્રાવેલ્સમાં ફરી રહ્યો હતો ત્યારે ચરાડવા નજીક ચા- પાણી પીવા અને નાસ્તો કરવા માટે ટ્રાવેલ્સ બસ રોકતા ચરાડવા ગામના અમુક શખ્સ ગાળો બોલતા હોય જેથી તેઓને ગાળો બોલાવની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ અન્ય લોકો સાથે મળી ટ્રાવેલ્સનો પીછો કરી પથ્થર મારો કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં દશ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનાર અમુક શખ્સોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ડાભી પરિવારના ૭૦ જેટલા લોકો અમદાવાદ મામેરાના પ્રસંગમાં ગયા હતા અને મામેરુ ભર્યા બાદ પીપળી પરત આવી રહ્યા હતા તે દરમ્યાન શનિવારની રાતના સાડા બાર વાગ્યાની આસપાસ હળવદના ચરાડવા નજીક ટ્રાવેલ્સ રોકી ચા-પાણી પીવા અને નાસ્તો કરવા ઉતર્યા હતા. તે સમયે ચરાડવા ગામના બે યુવકો હોટલ નજીક ગાળો બોલતા હોય જેથી ટ્રાવેલ્સમાં મહિલાઓ પણ હોય ગાળો બોલવા નાં પાડી હતી. જેથી આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જો કે ત્યારબાદ ડાભી પરિવાર ત્યાંથી ટ્રાવેલ્સ લઈ પીપળી તરફ જવા રવાના થયા હતા તે દરમિયાન ચરાડવાથી આગળ મોરબી રોડ પર આવેલ કેટી મીલ નજીક ટ્રાવેલ્સ બસ પહોંચતા બે કાર અને ચાર જેટલા બાઈકમાં આવેલા શખ્સોએ ટ્રાવેલ્સ બસને રોડ ઉપર આંતરી પથ્થરો અને લોખંડના કટકાથી હુમલો કર્યો હતો. જેમાં ટ્રાવેલ્સ બસના કાચ ફૂટ્યા હતા તેની સાથે સાથે ટ્રાવેલ્સમાં સવાર રણછોડભાઈ સતાભાઈ ડાભી રહે પીપળી. તા.મોરબી, ગેલાભાઈ મુમાભાઈ ડાભી, નવઘણભાઈ દેવાભાઈ ડાભી, કંકુબેન કરણભાઈ ગમારા રહે વાવડી, હીરાભાઈ ગોવિંદભાઈ ડાભી, ભાણજીભાઈ વરવાભાઈ ડાભી, અરજણભાઈ વાસાભાઈ બાંભા અને નાથાભાઈ સતાભાઈ ડાભીને ઈજાઓ પહોંચતા હળવદ અને મોરબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યારે ટ્રાવેલ્સમાં સવાર ડાભી પરિવારના લોકોએ જણાવ્યું હતું કે ટોળાના હાથમાં છરી, ધારીયા અને પથ્થરો સાથે મરચાની ભૂકી પણ હતી અને આવારા તત્વોનો લૂંટ કરવાનો પણ ઈરાદો હતો તેની સાથે સાથે ટ્રાવેલ્સ બસને પણ સળગાવી દેવાનો પ્રયત્ન કરતા હતા. જોકે આંદરણા ગામથી માલધારી સમાજના યુવાનો ઘટના સ્થળે દોડી જતા ડાભી પરિવાર બચી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈ હુમલો કરનારા અંમુક શખ્સોને ઝડપી પાડયા હતા. આ બનાવમાં સામા પક્ષે સદામ ગુલ મોહમ્મદ ભટી રહે. ચરાડવા અને ઇમરાનભાઈ ગગાભાઈ જામ રહે.ચરાડવાને પણ ઈજાઓ પહોંચી હોય જેથી સારવાર માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. હાલ આ બનાવ અંગે હળવદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગણેશ ચતુર્થી ઉજવણી તહેવાર દરમિયાન કોઈ વીજ અકસ્માત ન બને તે માટે વિવિધ તકેદારી રાખવા નાગરિકોને સાવચેત કરવા મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ હળવા તથા ભારે દબાણની વીજલાઈનો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. શ્રી ગણેશ મૂર્તિના આવકાર અને વિસર્જન દરમિયાન, વીજ લાઈનની નીચેથી ખુબ જ વધુ ઊંચાઈ...
ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાનાઓનો ફોન આવેલ કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (ઉ.વ.૦૬) તથા સવીતા (ઉ.વ.-૦૭) વાળી બંને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા...
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ...