હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના 17 પાઉચ સાથે એક ઝડપાયો; એક ફરાર
હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૧૭ પાઉચ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આરોપી જયદીપ ઉર્ફે દિપક કૌશિકભાઈ જોષી (ઉ.વ.૨૫) રહે. જુના દેવળીયા ગામ તા. હળવદ વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના પાઉચ નંગ -૧૭ કિં રૂ.૧૭૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ. ૩૭૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ ઈમરાન કરીમભાઈ સંધવાણી રહે. જુના દેવળીયા મોતીનગર તા. હળવદ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. હળવદ પોલીસે બંને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.