હળવદના ટીકર ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં મનમાં લાગી આવતા યુવકે જીંદગી ટુકાવી
મોરબી: હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ ઝઘડો થતાં મનમાં લાગી આવતા યુવકે ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની વીરસીંગભાઇ નંદીયાભાઇ નિલવાલ ઉ.વ ૩૫ હાલ રહે. હળવદ તાલુકાના ટીકર(રણ) ગામની સીમમાં નિલેશભાઇ જાદવજીભાઇ હડીયલની વાડીએ પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ ઝગડો થતા મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી જતા મોરબી સરકારી હોસ્પિટલના તબીબે સારવાર દરમ્યાન મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.