હળવદના માથક અને રાતાભેર જવાના રોડ પર બોલેરો સલુનની દુકાનમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં
મોરબી: હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામે જવાના રોડ ઉપર બોલેરો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને હડફેટે લઈ બોલેરો સિધી દુકાનમાં ઘૂસી હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામે જવાના રોડ ઉપર બોલેરો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને હડફેટે લઈ હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામે જવાના રોડ ઉપર બોલેરો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને હડફેટે લઈ બોલેરો રોડ પર આવેલ સલુનની દુકાનમાં ઘૂસી ગઈ હતી. જયારે બોલેરો ગાડી દુકાનમાં ઘૂસી ગઈ ત્યારે સલુનમા ગ્રાહકની દાઢી કરી રહ્યા હતા જોકે સદનશીબે કોઈ જાનહાનિ થઇ ન હતી અને ગ્રાહકનો બચાવ થયો હતો.