હળવદના માલણીયાદ ગામે ઝેરી દવા પી લેતા મહીલા સારવારમાં
હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ ઝેરી દવા પી જતા મહીલા સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના રજઇ ગામના વતની અને હાલ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં જયપાલસિંહ સુરૂભા રાઠોડની વાડીએ રહેતા અસ્મિતાબેન રણજીતભાઇ ગરાસીયા (ઉ.વ.૨૫) એ ગત તા.૩૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી જતા વઢવાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે. તેમજ ભોગ બનનાર મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે. આ બનાવ અંગે જાણ થતાં હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.