હળવદના શીવપાર્કમાંથી ટ્રેઈલરની ટ્રોલી ચોરી
હળવદ: હળવદના શિવપાર્ક વૈજનાથ મંદિર પાસે રહેણાંક મકાનની બાજુમાંથી ટ્રેઈલરની ટ્રોલી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના શિવપાર્ક વૈજનાથ મંદિર પાસે રહેતા કરશનભાઈ લખમણભાઇ ધારીયાપરમાર (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૧-૨૦૨૩ ના સાંજના સાતેક વાગ્યાથી તા. ૦૮-૦૧-૨૦૨૩ ના સવારના સાતેક વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની ટ્રોલી (ટ્રેઈલર) રજીસ્ટર નં-GJ-13-W-6773 કિં રૂ. ૬૦,૦૦૦ ની મતાની ચોરી કરી લઇ ગયા આ. આ બનાવ અંગે કરશનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.