હળવદના સાપકડા ગામે વૃદ્ધની જમીન પચાવી પાડનારા ચાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ
હળવદ: મોરબી જીલ્લામા જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હળવદના સાપકડા ગામેં ચાર શખ્સોએ વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને મજુરી કરતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા (ઉ.વ.૬૧) એ આરોપી હરીશ હરીશભાઈ દલુભાઈ ચાવડા, પ્રકાશભાઈ હરીશભાઈ ચાવડા, ભાવેશભાઈ હરીશભાઈ ચાવડા, તથા દલુભાઈ ચતુરભાઈ ચાવડા રહે તમામ સાપકડા તા.હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી છ એક વર્ષ પહેલાથી આજદીન સુધી આરોપીએ ફરીયાદીની માલીકીની સાપકડા ગામની સીમ સ.નં.૭૪૫ ની જમીન હે.આર.ચો.મી. ૦-૩૨-૩૭ જમીન તથા સર્વ નં.૭૪૬ ની જમીન હે.આર.ચો.મી. ૦-૬૩-૭૪ ની ખાતા નં.૨૫ વાળી વારસાઈ જમીનમાં સંપુર્ણ પણે બળજબળી પુર્વક, ઈરાદાપુર્વક, ગેરકાયદેસર રીતે કબજો કરી જમીન પચાવી પાડી આર્થીક ઉપજ મેળવતા હોય અને ફરીયાદીએ જમીન પરત આપવાનુ કહેવા જતા આરોપીઓએ બોલાચાલી ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ વાદગ્રસ્ત જમીનો પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રભુભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૫૦૬(૨) તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ)મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
