હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં ઉનાળાના પ્રારંભની સાથે છેલ્લા ૨૦ દિવસથી પાણીની પળોજણે માથું ઊંચક્યું છે. આ વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓએ રણચંડી બની નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. પાણીના અભાવથી ત્રસ્ત મહિલાઓના ટોળાએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બરમાં જઈ આકરા સુત્રોચાર કર્યા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
વિસ્તારવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યોને પાણી પ્રશ્ને અનેક વખત રજુઆત કરવા છતાં નપાણીયા તંત્ર દ્વારા આજ દિવસ સુધી સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો. મહિલાઓએ આકરા પાણીએ થઈ જો આગામી દિવસમાં આ પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે.
રવી પરીખ હળવદ
ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રી, એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક લિ.) મોરબી દ્વારા નો-ડયુ ચાર્જની વસુલાત કરવામાં આવે છે તે યોગ્ય કરવા માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કલેકટરને રજૂઆત કરી ખેડૂતોને હિતાર્થે ઘટીત કાર્યવાહી કરવા માંગ કરી.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી...
મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ - પ્રાણાયામ ધ્યાન
મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત હોય છે, એમાંય વળી પોલીસ તરીકેની ફરજ ખુબજ આકરી હોય છે, પોલીસના જવાનો પોતાની ફરજના કારણે સમયસર જમી શકતા નથી,સમયસર ઉંઘ લઈ શકતા...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો અને હોસ્પિટલોમાં સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૯ એપ્રિલ થી ૦૪ મેં સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૩ હોસ્પિટલમાં ૪૮ હેલ્થકેર સ્ટાફને, શાળા પૈકી ૦૩ શાળા ૪૩૦ સ્ટાફને હોટલ પૈકી ૦૩ હોટલ ના...