હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી માલણીયાદ માઈનોર ડી-17 કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલ સાફ સફાઈના અભાવે તમામ ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતોનો તલ, ગુવાર સહિતના પાક સુકાવા લાગે છે. જેથી વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શક્તિનગર પાસે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલોની સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પિયતનું પાણી મળતું નથી. અને મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કરેલો ખેડૂતોનો પાક સુકાવા લાગે છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. જેના કારણે ફરી ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને શક્તિનગર પાસે માલણીયાદ માઈનોર ડી-17 કેનાલમાં જાતે ઉતરી સફાઈ કરી રહ્યાં છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
ત્રણ મહિના પહેલા જ કેનાલ સાફ સફાઈ થઈ હોવાનું અધિકારીનું રટણ કેનાલમાં સાફ સફાઈ બાબતે ડેપ્યુટી ઈજનેર મેહુલભાઈ સાથે વાત કરતા તેમણે ત્રણ મહિના પહેલા જ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હોવાનું રટણ કરી રહ્યાં છે. પરંતુ સવાલ એ થાય કે ત્રણ મહિના પહેલા જ કેનાલની સફાઈ કરવામાં આવી હોય તો કેનાલની હાલત આવી હોય?. જોકે ખેડૂતો દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવી રહી છે એ જોતા તમને લાગી રહ્યું છે કેનાલની સફાઈ યોગ્ય થઈ હશે?
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...