Monday, June 30, 2025

હળવદમાં લોખંડના સળિયા ચોરતી ઠગ ટોળકીને મોરબી એસઓજીએ ઝડપી પાડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: ટ્રાન્સપોર્ટ દ્વારા લોખંડના સળીયા ટ્રેલરમાં જતા રસ્તામાં જ લોખંડની ભારીઓ છળકપટ રીતે ઉતારી ડ્રાઇવરો તથા ઠગ ટોળકીને રંગેહાથે હળવદ વિસ્તાર માંર્થી મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી છે.

મોરબી એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે, હળવદ કોયબા રોડ, સ્વામીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નેજા બાયો પેલેટ કારખાનાની પાછળના ભાગે આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં લોખંડની કંપનીમાંથી ટ્રેલરમાં વેપારીને સપ્લાય થતા લોખંડના સળીયા ટ્રેલરના ડ્રાઇવર તથા ગઠીયાઓ મળી ટ્રેલર (ટ્રક) માંથી ચોરી-છુપી તેમજ કીમીયો કરી અલગ-અલગ સાઇઝના લોખંડના સળીયા ચોરી, છળ કપટ પુર્વક ટેલર માલીક તથા વેપારી કંપની સાથે વિશ્વાસઘાત તેમજ ઠગાઇ કરી આર્થીક લાભ મેળવતા હોય જેઓને સ્થળ ઉપર ટ્રેલરમાંથી લોખંડના સળીયા ઉત્તારતા લાઇવ પકડી પાડી સ્થળ ઉપરથી લોખંડના સળીયા ૧૦ MMના ૧૪૦ કિલોગ્રામ તથા ૧૬ MMના ૧૨૬૦ કિલોગ્રામ કુલ કિંમત રૂપીયા ૭૭૦૦૦/-નો મુદામાલ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ તેમજ હાજર મળી આવેલ મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ અટક લીંબોલા રહે ઘનશ્યામપુર ગામ તા.હળવદ જી.મોરબી તથા દિલીપસીંઘ અમરસીંઘ રહે. રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ તા.બીયાવર જીલ્લો અજમેર રાજસ્થાન વાળાએ પૂછપરછમાં સદર સળીયા બીલ વગરનો મુદ્દામાલ શંકપડતી મિલ્કત સાથે મળી આવતા મજકુર બન્ને આરોપીઓને સી.આર.પી.સી,કલમ-૪૧(૧) ડી મુજબ ધોરણસરની કાયદેસર કાર્યવાહી કરી સદરહુ ટ્રેલરના માલીકનો સંપર્ક કરતા આ સળીયા કાઢવામાં ટ્રેલરના ડ્રાઇવરો તથા ઇસમોએ મળી ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાશઘાત કરી ભોળવી જતા આ બાબતે કુલ છ ઇમસો વિરૂધ્ધ ગુન્હો રજી,કરાવી ચાર ઇસમોને મહેશભાઇ ઉર્ફે મહેન્દ્રસિંહ જગદીશભાઇ અટક લીંબોલા રહે. ઘનશ્યામપુર ગામ તા.હળવદ જી.મોરબી, દિલીપસીંઘ અમરસીંઘ અટક પંવાર, રહે. રૂઢાના કૈના કા તાલાબ પોસ્ટ તારાગઢ તા.બીયાવર જીલ્લો અજમેર રાજસ્થાન, નરેન્દ્રસિંગ પુરણસિંગ, રહે.નાનીયા ખુડી પદમેદા હામેલા કી બેર તા.ભીમ જી. રાજસમન્દ (રાજસ્થાન), મહાવિરસિંગ શંકરસિંગ ચૌહાણ રહે.પદમેલા હામેલા કી બેર તા.ભીમ જી.રાજસમન્દ (રાજસ્થાન) વાળને પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર