હળવદ: હળવદ ટાઉનમા ગીની ગેસ્ટ હાઉસ સામે ચામુંડા મોબાઇલ વાળી શેરીમાં વર્લી ફીચરના આંકડા રમી રમાડતા એક શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ ટાઉનમાં ગીની ગેસ્ટ હાઉસ સામે ચામુંડા મોબાઇલ વાળી શેરીમાં વર્લી ફીચરના આંકડા રમી રમાડતો આરોપી ધીરૂભાઇ ગોવિંદભાઈ રાઠોડ રહે. ચોત્રાફળી હળવદ વાળાને રોકડ રકમ રૂ.૩૧૫૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
