હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરીનો કારોબાર બૈફામ ફુલ્યો ફાલ્યો તયારે હળવદ પોલીસ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા હીટાચી મશીન ડમ્પર સહીત ૩૦ ટન રેતી સહીત ૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ખાણ ખનિજ વિભાગ એ હીટાચી મશીન ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ્ કરી હળવદ પોલીસને સોંપ્યો હતો ત્યાર બાદ આગળ ની કાર્યવાહી હાથ ધરી ત્યારે રેતમાફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.