હળવદ તાલુકામાં ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે ચંદ્રગઢ નિવાસી રાજેશભાઈ મૂળજીભાઈ નંદેસરિયા તારીખ ૧૬/૦૩/૨૦૨૨ ના રોજ તે તેમના મોટા બાપુ ની વાડીએ ખેતીનું કામ કરવા ગયેલ ત્યારે રાત્રે 3 વાગ્યાના અરસામાં બાઈક લઈને અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયેલ છે બાઈક નંબર Gj-36 Ab 9008 નંબર નું બાઈક ચોરી થયેલ છે જ્યારે ખેતીકામ કરતી વેળાએ બાઈ કેન્ડલ લોક કરી ખેતી કામ કરતા હતા તે વેળા કોઈ અજાણ્યો શખ્સ બાઈક લઈ ફરાર થઈ ગયેલ હતો શોધખોળ કરતા બાઈક ન મળી આવતા લેખિત ફરિયાદ આપી છે
ત્યારે પેટ્રોલપંપના સી.સી.ટીવી માં કોઈ અજાણ્યો શખ્સ બાઇક લઇને પેટ્રોલ માટે આવે તે સીસીટીવી દ્રશ્યો નજરે પડેલ છે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...